આવ રાશિફળ કહું.
જીવનની કળ કહું.
ખુદ પર રાખ ભરોસો.
સાચું એ જ બળ કહું.
જાગતી આંખે સપનાં.
રંગબેરંગી છળ કહું.
રૂ સમ મસ્ત વાદળ.
આકાશે મૃગજળ કહું.
અર્થ ભર્યા વિચારોને,
હું શબ્દ નું દળ કહું.
બોલે કડવા કે મીઠા,
માણસનું તળ કહું.
નથી અર્થ ખબર એથી,
સમયને અકળ કહું.
તું કહે જીવન જેને.
અણમૂલી પળ કહું.
" दाजी "
No comments:
Post a Comment