ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, November 2, 2015

ખુદાની ઈબાદત....

ખુદાની ઈબાદત....

કંઈક અજબ આ જિંદગીની શરૂઆત થઈ છે,
ખુદથી વધુ એને ચાહવની તમન્ના  થઈ છે.

હોય સામે વિરોધમાં ભલે આખી દુનિયા બધી, મારી તરફેણમાં માત્ર તેને રાખવાની ઈચ્છા થઈ છે.

આવરો-જાવરો ઘણો વધી ગયો છે, આ રસ્તેથી મારો,
જે દિવસથી આ રસ્તે તારી, અચાનક મુલાકાત થઈ છે.

ચાલતા-ચાલતા તારા ઘર પાસે પગ હજુ થોડા તો થોથવાય છે,
જાણે રાહ જોતો હોઉં કોઈના સાથે ચાલવાની વાત થઈ છે.

ઊંઘ નથી આંખોમાં છતા હું દરરોજ ઊંઘવાનો ડોળ કરૂ છું,
જે રાતથી એની સાથે સ્વપ્નમાં મુલાકાત થઈ છે.

થયા છે કેવા અહમ એ અમારા માટે “ગુલશન” એનું નામ લઈએ તોયે લાગે જાણે ખુદાની ઈબાદત થઈ છે.
                   -ડી.કે બારડ

No comments:

Post a Comment