હિસાબ..બોલ...
બોલ મારા જીવનનો હિસાબ કેમ કરીશ..??
આટલા જુના સંબધોનો હિસાન ગણીનાખ લે...
તને કરેલા પ્રેમ અને સ્નેહનો હિસાબ શુ છે..??
એક કામ કર આમાથી રુદન અને હાસ્ય બાદ કર...
આટલા દિવસ સાથે ચાલ્યો એની ગાણતરી કરીને..??
એમા મારો અને તારો સમય બાદ કરી નાખ ચાલશે...
તે વાટ જોઇ હોય એવી પળોનો સરવાળૉ કરી નાખ...
બસ એમાથી મારા ઇંતજારને બાદ કરી નાખ...
હવે ઉજાગરાનો હિસાબ કેમ થશે એ તો કે..!!
અરે હુંતો જાગતો જ સુતો છુ તારી સાથે...
અને હા સમણાનો હિસાબ હુ નહી આપુ તને...
એના પર તો બસ મારો જ અધિકાર છે...
ચાલ હવે બધુ માર ટોટલ અને બાદકર એમાથી...
"જગત" ની સંવેદનાઓ અને હિસાબ બોલ....જગત..jn
No comments:
Post a Comment