નથી ભવ્ય શબ્દ વૈભવ,
તને સુંદર ઉપમાઓ દઉં.
છે ફકત ભીનું એક હૈયું,
ભીની લાગણીઓ દઉં.
આવ ! ભીંજવું લથપથ,
નેહભરી વાદળીઓ દઉં.
નથી નિશાની હથેળીમાં,
ટેરવાંની પગલીઓ દઉં.
છે સૂનું વૃંદાવન મારું ,
ગોપીને વાંસળીઓ દઉં.
બાંધી લઉં નજરથી તને,
સ્નેહભરી સાંકળીઓ દઉં.
ઉતારી લઉં ઊરમાં તને,
હેતભરી ગાંસડીઓ દઉં.
ડંખે અજવાળાં દિવસનાં,
રંગભરી રાતડીઓ દઉં.
નથી કહેવું શબ્દોને હવે,
આંખોને વાતડીઓ દઉં.
કેમે વીતશે મૌનભરી રાત,
એકાંતને ઝાંઝરીઓ દઉં.
" દાજી "
No comments:
Post a Comment