આપણે
બે જાન એક જીવ બની જીવી જાશુ આપણે...
પામી જગતને,આ જીવન જીવી જાશુ આપણે...
ટૂંકા આયખાને સજાવી જીવી જાશુ આપણે....
આંખોમાં સમાવી લઇશુ આ સઘળુ આકાશ આપણે...
જંખના હતી જે મેળવવાની એને મેળવ્યુ આપણે .....
સુખ-દુઃખ ની કુંપળોમા રહી અચળ જીવી જાશુ આપણે....
એકબીજાની હૂંફ બની સ્નેહ આપીશું આપણે....
ઉમદા લાગણી હૈયે ભરી વરસી જાશુ આપણે...
આપીશુ મીઠેરી યાદોની સૌગાત આ જિંદગી ને આપણે....
વખત આવશે અલવિદા કહેવાનો ત્યારે,
હસતાં હસતાં મોતને જીવી લઇશુ આપણે...
અશ્મિ દાહે બળી રાખ થઈને એકમેકમાં સમાઈ જાશુ આપણે....
મધુર જીવનની ખુશ્બુ પ્રસરાવી ભવોભવ ની પ્રીત બાંધીશુ આપણે....
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment