હા એ સાચું છે કે તું મારા શ્વાસ માં છે
નથી બીજે કશે તું હ્રદયના વાસ
માં છે
સૂકું મુજ જીવન લીલું મૌસમ ઝંખતું'તું
ખિલ્યું છે જ્યારથી તું સહવાસ માં છે
મૌન મૌસમનો બફારો અસહ્ય છે મારે
વાત વર્ષા ક્યારે? સવાલ ખાસ માં છે
ઉગશે ટહુકા કાનમાં તું કંઇક બોલી જો
શબ્દો ને મેં વાવ્યા હ્રદયના ચાસ માં છે
મૂર્તિ પૂજા છોડી મળી આંખ તુજ સંગ
તું ઇશ!તારો વાસ મારા શ્વાસ માં છે
મારી કલમને જાગ્યા નવોઢા ના કોડ
આવે નિતનવી ગઝલ લિબાસ
માં છે
હેમશીલા માહેશ્વરી..શીલ. ..
No comments:
Post a Comment