ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, December 19, 2015

કેમ ચાલે ?

હુ તારામાં ડૂબી જાવ અને તુ બેઠા બેઠા આમ  છબછબીયા કરી એ કેમ ચાલે ?

હુ પ્રેમ ની હેલી બની વર્ષી પડું ને તુ તારા માંથી બહાર નીકળી પલળે જ નઈ એ કેમ ચાલે ?

હુ વાટ જોઈ ને ઊભી રહુ એ રસ્તે  તારા માટે,
ને તુ ત્યાથી નિકળે જ નઈ એ કેમ ચાલે ?

આજો કડ્કડ્તી  ઠંડી પડી રહી છે ને જો તુ આમ જ મને તારી સ્નેહ રૂપી હૂંફ ન આપે એ કેમ ચાલે?

તડપી રહી છું હું તારી યાદોના સાગરમાં,
ને તુ મને વધુ ને વધુ પજવે એ કેમ ચાલે?

આ વિશાળ આકાશમાં દેખાય છે છબી મને તારી,ને તુ મારી પાસે  પણ ના આવે એ કેમ ચાલે?

ખુદા પાસે માંગુ છું રોજ તને અને એ પણ જન્મોજનમ માટે
ને તુ 'જ્ન્નત' ને આમ એકલી મૂકી જીવ્યા કરે એ કેમ ચાલે?

                        -જ્ન્નત
                 
                  પિનલ  સતાપરા18 /12/2015
                    8:42 Am

No comments:

Post a Comment