ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, December 8, 2015

કેમ શા માટે મિત્ર ના બની શકે...????

સ્ત્રી-પુરુષની મૈત્રીને
જેટલો સ્વભાવિક પરિવેશ પહેરાવવામાં આવે
એટલી એ મૈત્રી સરળ રીતે સ્વીકારાય છે.
પત્નીનો પુરુષમિત્ર કે
પતિની સ્ત્રીમિત્ર પોતાના જીવનસાથીને નહીં ગમે
એમ માનીને છુપાવવાને બદલે
એકવાર એની ઓળખાણ કરાવીને
એને સંપૂર્ણપણે નોર્મલ સંબંધ તરીકે ઓળખાવીને
એક પ્રયોગ કરવામાં
કદાચ યુગલનું જ નહીં,
સમાજનું પણ ભલું થઈ શકે...!!
કૃષ્ણ અને દ્રોપદીની મૈત્રી જેવી મૈત્રીઓ
આપણી આસપાસ કદાચ વિખરાયેલી પડી હશે.
પરંતુ,
આ સમાજ એને એટલી આસાનીથી મૈત્રી તરિકે સ્વીકારવા તૈયાર જ નથી થતો.
કારણ કે
સમાજની એવી એક માનસીકતા છે
કે એક સ્ત્રી ને પુરુષ મિત્ર ના હોઈ શકે
અથવા તો ના હોવા જોઈએ
કેમ શા માટે મિત્ર ના બની શકે...????
-કાજલ ઓજા

No comments:

Post a Comment