આ શ્વાસ ની આવ જાવ થકવી નાખે છે,
ઘરથી સ્મશાન નો રસ્તો થકવી નાખે છે.
જરૂરિયાત છે બે રોટલીને દાળની,
સાંજે આ રૂપિયાની કમાણી થકવી નાખે છે.
અનામી હતો તો મારા માં જ રત રહેતો,
થયો જ્યાં બહાર તો આ નામ થકવી નાખે છે.
રસ્તા નો કંઈ જ વાંક નથી હોતો ભલા,
આ મંઝિલની જરા ચાહત થકવી નાખે છે.
જરા ડોક્યું કર અંદર તો બધું જ સ્પષ્ટ છે,
"આભાસ"ની આ ભ્રમણા થકવી નાખે છે.
-આભાસ
No comments:
Post a Comment