[અછાંદસ] - પ્રદીપ સમૌચા
તા. 16/09/2014
મંગળવાર
'મસ્તી!'
ફુરસદમાં લખી મે કવિતા એક અમસ્તી...
મિલનની એ મસ્તી, હવે લાગે છે બહુ સસ્તી!
વાયદો કર્યો હતો, "કાલે જરૂર મળીશું પ્રિયતમ."
આજે એ દુર ખસતી;
શું એ મિલનની મસ્તી!!
ના જોતા એને આસપાસ, આંખો મારી રડતી.
ને એ દુર રહીને હસતી;
શું એ મિલનની મસ્તી!!
સાથે અમને જુએ કોઇ તો ચર્ચા બધે જ ફેલાતી.
પછી વાતો કરતી વસતિ;
શું એ મિલનની મસ્તી!!
સ્નેહના સાહિલની પેલે પાર કોણ ઉતારશે?
શું ઊર્મિઓની આ કિશ્તી?
શું એ મિલનની મસ્તી!!
જાણું છું કે લખું છું આજે કવિતા હું કાગળમાં,
કાલે એ કોઇ રેંકડીની પસ્તી!
શું એ મિલનની મસ્તી!!
બાંધુ છું વિચારોને આ કવિતા કેરા શબ્દોમાં,
'પ્રદીપ' શબ્દોની છે આ મસ્તી;
એ નથી મિલનની મસ્તી...!!
- પ્રદીપ સમૌચા
No comments:
Post a Comment