ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, December 31, 2015

અમારી કબર કોઈને હજી નડવા નથી દીધી...

અમે આજે અમારી આંખને રડવા નથી દીધી,
વર્ષાને ધોધમાર અમે અહીં પડવા નથી દીધી.

તમે જ્યારે પણ અમારા ઘરે આવ્યાં તમારા સમ;
પત્રોની એક થેલી આપને જડવા નથી દીધી.

અમે તો જ્યારથી છોડી ગલી છે એમની તેથી;
અમારી જાત ને પણ એકલ રખડવા નથી દીધી.

રહે છે એ અમારા નયનમાં એ કારણે આજે;
અમે તસવીરની જરૂરત પડવા નથી દીધી.

હજી પણ એ મને છે યાદ આવે તે જ કારણથી;
અમારી જાતને એકલ પણ બબડવા નથી દીધી.

નડ્યા સૌને અમે જીવન મહીં એથી જ 'પ્રત્યક્ષ';
અમારી કબર કોઈને હજી નડવા નથી દીધી.

કવિ શ્રી રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment