ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, December 4, 2015

એક પ્રશ્ન…. (આ એક વાર્તા માત્ર છે)

આજે અઢાર વર્ષની દીકરીના મોઢે પુછાએલા એક નાનકડા સવાલે અંતરના એકાંતમાં કેટલાય વમળો ઉત્પન્ન કરી નાખ્યા .
” મમ્મી તું જ્યારે મારા જેટલી હતી ત્યારે તારે કોઈ બોય ફ્રેન્ડ હતો?”.
મેં માથું હલાવી ના પાડી .પણ આ નકાર ની વચ્ચે શું કોઈ હકાર છૂપાયો નહોતો ?
વીસ વર્ષ થયા ત્યાતો “દીકરી સાસરે શોભે”ની વિચારસરણી ધરાવતા માતાપિતાએ પરણાવી દીધી.
બધી ઈચ્છાઓ,લાગણીઓ કોણ જાણે ક્યા દટાઈ ગઈ હતી.
આજે આ છોકરી એકજ પ્રશ્નમાં બધું ઉલેચી ગઈ છતાય મૌનનો પહાડ યથાવત રહ્યો….
સાંજે મિત્રો સાથે ટોળટપ્પા કરતા એમને મેં બારણાની તિરાડમાંથી સાંભળી લીધા.
મહેશ લગ્ન પહેલા તારે એકાદ ગર્લફ્રેન્ડ હતી કે ?
અભિમાન ભર્યું હસતા તે બોલ્યા “અલ્યા આ શું બોલ્યો એક?”
” મારે બે ગર્લફ્રેન્ડ હતી ,એક ગઈને તરત બીજી આવી ગઈ હતી ”
શું જમાનો હતો ,આપણો તો વટ હતો” …..
મારા પગ નીચેની ઘરતી ધ્રુજી ગઈ , એટલે નહિ કે મહેશને બે બહેનપણીઓ હતી,
પણ એટલા માટે કે પુરુષ પોતાના પ્રેમની વાતો વધારી ને લોકો સામે રાખી શકે છે
જ્યારે એક સ્ત્રી લગ્ન પછી જૂની સાચી લાગણીઓ ને પણ વ્યક્ત કરી શકતી નથી,
અને જો તે આમ કરે તો?…………
-કાજલ ઓજા

No comments:

Post a Comment