હકીકત બનશે??
કેતન પરમાર
9974907556
માનસમાં ઈચ્છારૂપી તારા ટમટમશે
તેમાંથી ક્યારેક મિલન-તારો ખરશે
એ મિલન કાજે આતુર બનશે
દિલ તેનું ઘડિયાળ કાંટે ધબકશે
અમૃતસમ મીઠું મારું દિલ ઠરશે
દોડતાં આલિંગન આપી હૈયે ભેટશે
વિરહમાં વ્યાકુળ મુખાકૃતિ ધરશે
ખભે શિર રાખી ડૂસકાં ભરશે
ઉદાર બની સમર્પણનો ભાષ કરશે
વળી લલચાવવા બીકનું નાક પકડશે
મિલન ચેષ્ટાથી એ મુખડું મલકાવશે
ઉગ્ર બની હોઠથી હોઠ અથડાવશે
'કેતન' જીવન-ચક્રનું અંતિમ ચરણ પામશે
બેના એક બની આકૃતિ બનાવશે
લાગે છે મુજ ઈચ્છા અધુરી રહેશે
ક્યારે આ સપનું હકીકત બનશે?
No comments:
Post a Comment