અપેક્ષાઓની યાદી લાંબી છે,
હાથ લંબાવું તોં ન આંબી છે,
પ્રેમ-નફરતની પણ નોંધ કરે,
માણસ સાંગોપાંગ હિસાબી છે,
ફૂલોંને પણ શું એકલતા નડી?
એના આવ્યે મહેક્યાજવાબી છે,
દિલબરના પ્રેમનો પ્રમાણ જુઓ,
બનાવ્યો રસ્તો ફૂલ-ગુલાબી છે,
કોશીશ છતાય ન કળાય મન,
ઈશ્વરનો અંશ તોય એક ખરાબી છે,
ન લખે કાઈ તો ધ્રૂજે હાથ"શીલ"ના,
ગઝલનો નશો શબ્દો શરાબી છે...
...હેમશીલા માહેશ્વરી..."શીલ"
No comments:
Post a Comment