કોઈ અકારણ ભીંજાય,
ને કોઈ વરસતા વરસાદે કોરા
આતો માનવ કેવા અધૂરા.
રોજ રોજ ભજે તને
કરે મંદિર મહાદેવ ને દોરા
આતો માનવ કેવા અધૂરા.
લાગણી હવે હોઠે વસે
ને હૈયા બધાના કોરા
આતો માનવ કેવા અધૂરા.
આંખોની તો શું વાત કરો
શબ્દો ના અર્થ થયા તુરા
આતો માનવ કેવા અધૂરા.
હાર્દ
No comments:
Post a Comment