ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, December 4, 2015

નામ મોટાં જપવાં શું ?

નામ મોટાં જપવાં શું ?
ગીત લાંબા લખવાં શું ?
ના છોડી શકે નિશાન ,
પગલાં એવાં ભરવાં શું ?
નથી જો મન માનતું એમાં,
ભાષણ એ કાને ધરવાં શું ?
સરી જવાનાં રેત સરીખાં ,
ટાંણાં એ સંઘરવાં શું ?
ઝાંઝવા સરખી યાદ એની,
શમણાં એનાં ઝંખવાં શું ?
એક અશ્રુ બિંદુ કહી શકે,
દુઃખ રડીને કહેવાં શું ?
ના મળે જયાં ટહુકો એકેય,
જંગલ એવાં ફરવાં શું ?
ન મળવાની હોય મંજિલ,
દાજી પ્રયાણ એ આદરવાં શું ?
" दाजी "

No comments:

Post a Comment