કોઈ ભીની લાગણીનું બંધન મને ગમે છે.
આંખે એની યાદનું અંજન મને ગમે છે.
સૂર સંગત ભલે સજાવો સુંદર સ્વરોથી
એની મીઠી બોલીના વ્યંજન મને ગમે છે.
ડૂબ્યા હશે જયાં હજારોને લાખો દિવાના.
એના ગમતીલા ગાલે ખંજન મને ગમે છે.
નથી મધૂરા સૂરોની સામ્રાજ્ઞી મારી પ્રિયા,
આંગણિયે વેલ સમીપે ગુંજન મને ગમે છે.
છે હયાતી ફકત એનાં સ્મરણોની જ અહીં,
લહેર લઈ આવતી જે સ્પંદન મને ગમે છે.
હશે રમતો ને છેડછાડ ખટમીઠી ઊભયની ,
હથેળીએ આંખ ઢાંકતી રંજન મને ગમે છે.
" દાજી "
No comments:
Post a Comment