આપની એ વાત મારી સાથ લંબાઈ ગઈ;
યાદ છે થોડી મને,થોડી છે વિસરાઈ ગઈ.
મેં નહીં તો એ છબી આંખો મહીં રાખી હતી;
આંસુઓ દ્વારા હવે એ પણ છે ધોવાઈ ગઈ.
એમની આ એક 'ના' ને કારણે મારી બધી-
લાગણી સળગી બનીને રાખ વિખરાઈ ગઈ.
વાંક છે દર્પણ તણો કે વાંક છે મારો અહીં;
કે છબી મારી જ છે એમાંય તરડાઈ ગઈ.
હા અહીં 'પ્રત્યક્ષ' દુશ્મન કામ આવ્યા આમ તો,
છે નનામી એમના હાથે ય પકડાઈ ગઈ.
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment