આજે મારે કલ્પના કરવી પડી,
તું આસપાસ છે એવી ઝંખના કરવી પડી.
તું દૂર છે મારી નજરથી સતત,
ફરી તને પામવા અર્ચના કરવી પડી.
કેમ કહું દિલની વાતને, તું માનીશ?
તારા વિયોગે ક્ષણે ક્ષણ કરગરવી પડી
આ દુનિયા, ને મારા નસીબ ની વાત છે,
કે તારા વગર મારે જિંદગી જીવવી પડી.
આવ અને મને લઈ જા દુર દુર,
આ "અનેરી"ની જિંદગી અધુરી પડી.
- અંકિતા છાંયા 'અનેરી'
For best person who is most important in my life - happy birthday dear
No comments:
Post a Comment