ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, January 22, 2016

ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં
કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં

હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન
દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી
અકબર, શિવાજી, માતા! સંતાન સૌ તમારાં

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં

ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં
-મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત

No comments:

Post a Comment