લાગ જોઈને જબરો વાર કરે છે,
સીધા એક ઘા ને બે કટકા કરે છે.
આખા રસ્તે તરસે મારી મને,
હવે નદીના કાંઠે વિરડો કરે છે.
રાખી રાત ચાલી ગઈ અંધારે,
હવે શું કામનું કે જ્યોતિ કરે છે?
ખુલ્લી ગયા છે દરવાજા જન્નતનાં,
હવે કોને દેખાડવા ખોટા જાપ કરે છે?
લાગી ગઈ અનોખી લગની એમનાથી,
આ હ્રદય ભીતરથી જાણે નાચ કરે છે.
કેટલી માશુમિયત હોય છે એના મુખે,
હા;હરકોઈ એને જોઈને સલામ કરે છે.
એકાંતમાં આવીને લઈ ગયું "આભાસ"ને,
હવે મરણ બાદ લોકો સભાઓ કરે છે.
-આભાસ.
No comments:
Post a Comment