મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમારા વગર એ કુંવારી જ રહેશે તમારી કબર તો તમારી જ રહેશે
તમે ઘર કે શેરી બદલશો પરંતુ ભીંતોની વફા એકધારી જ રહેશે
ન ફળદ્રુપ થઇ કોઇની પણ હથેળી કે ખારી જમીનો તો ખારી જ રહેશે
પગેરૂં હયાતીનું જોયું છે કોણે કે એ તો ફરારી ફરારી જ રહેશે --- રમેશ પારેખ
No comments:
Post a Comment