ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, January 21, 2016

તારો જ ચ્હેરો ખાસ હતો અંધકારમાં;

તારો જ ચ્હેરો ખાસ હતો અંધકારમાં;
તેથી જ તો પ્રવાસ હતો અંધકારમાં.

થોડો ઘણો પ્રકાશ હતો અંધકારમાં;
તારો જ તો ઉજાસ હતો અંધકારમાં !

જાલી હું આંગળી મમતા સંગ ચાલતો;
માતા ઉપર વિશ્ર્વાસ હતો અંધકારમાં.

મૂંગી હતી ગલી પણ મૂંગી રહી નહીં;
કે શ્ર્વાન સૂરદાસ હતો અંધકારમાં.

મારું જ આ અજ્ઞાન નડ્યું છે હવે મને;
મારી જ હું તપાસ હતો અંધકારમાં.

મારું કફન સફેદ ભલે હો કબર બહાર;
કાળો થયો લિબાસ હતો અંધકારમાં.

આ જિન્દગી હવે મેં વિતાવી મઝારમાં;
'પ્રત્યક્ષ' નો નિવાસ હતો અંધકારમાં.

'પ્રત્યક્ષ' છે હા શાયર સૌ એવું માનતા;
અંતે તો એક લાશ હતો અંધકારમાં.

-રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment