દિવસની રઝળપાટ,
રાતની ભરમાર પુરી થઈ
કારણ કોઈ મળી ગયું.
પહેલાં થતું મારું થાય
કોઈ અમારું થાય
દુનિયામાં સૌથી પ્યારું થાય
એ લાગણીઓ મારી પુરાઈ ગઇ
કારણ કોઈ મળી ગયું.
શમણાંઓ માત્ર ખાલી હતાં
મુખે બસ નિસાસા હતાં
દિલમાં ભેકાર દેકારા હતાં
એ ક્ષતિઓ બધી ભાંગી ગઈ
કારણ કોઈ મળી ગયું.
આંખના તેજથી ન મારું
ન પરાયું દેખાતુ હતું
સર્વત્ર માત્ર અંધારુ વરતાતું હતું
એ જીવન કઠણાઈ તુટી ગઈ
કારણ કોઈ મળી ગયું.
'કેતન' જીવન તલાશમાં રહી
ભર્યો સમંદર તરી ગયાં
જોયેલાં શમણાં સાચાં પડી ગયાં
પામવાની ઈચ્છાઓ પુરી થઈ
કારણ કોઈ મળી ગયું.
-કેતન પરમાર
સંપર્ક 9974907556
No comments:
Post a Comment