એક પછી એક શ્વાસ મારા પાછા ફરે એ મુજબ.
તું જાણે મારા નસીબે આવી પાછી ફરી એ મુજબ.
તું તરસ છો આ ભવોભવની જરા આવી મળો,
જેમ સાગર માં નદીઓ ઉભરાતી એ મુજબ.
સાંજ પડતા મુરઝાઈ જાવું છું હું ખબર છે?
જેમ ફુલો હોય ઉદાસ તારાથી એ મુજબ.
ભટકું છું હજી ક્યા મળ્યો છે મુકામ મને,
જેમ અજાણ્યો મુસાફર નગર ભટકે એ મુજબ.
તુજને મે મારો જ ધાર્યો છે ભીતરથી,
જાણે તું મારા માંજ ધડકે છે એ મુજબ.
કેમ કહું કે એ દર્દો પારકા છે મારા માટે ,
જખમો જાણે પોતાના લાગે છે એ મુજબ.
"આભાસ" નો વ્યવહાર ફરી ગયો હમણાંથી,
જાણે હોય હાથવેંતમાં મરણ એ મુજબ.
-આભાસ
No comments:
Post a Comment