મુખ આપ્યુ સારુ બોલવા પણ
કોની સામે જઇ હ્રદયના ભાવ ખોલવા,
આ સમજાવુ હુ કોને હ્રદય મન કેરી વાતો ?
મારે ક્યાં એવો છે કોઇની સાથે નાતો?
અમે તો કરીને મીઠી વાતો
આમજ સમય પસાર થતો
મલે કોઇ સમજુ શ્રવક તો મુજ હ્રદય ખુલે,
ને સાંભળો મારા હૈયાથી લઇ મુખ મુખ સુધી ઝુલે.
પણ આવી અછત કે ના મળે સાંભળનારા,
મળે તો અનેક પણ ભાગ્યેજ મળે એને સમજનારા.
-ગૌરવ ત્રિવેદી
No comments:
Post a Comment