ભેરું મને સાંભર્યું આજ આપણું બાળપણ,
કેવું હતું એ સમજણ વગરનું ભોળપણ.
ઝાડે ટીંગાતા ને તળાવ ધૂબકા મારતા,
દાદાજીના ડંડા થી સૌ કેવા તે ડરતા!
બાકસના ખોખાના ફોનમાં વાતો થાય,
પીપરના પાનની પીપૂડી વગાડી ને ખાય.
સાઈકલ સવારી છૂટા હાથે કેવા માણતા,
થીંગડાળી ચડ્ડી પહેરી નિશાળે ભણતાં.
એક ભેરું ને બચાવવા કેવું ખોટું બોલતા!
એકબીજા કાજ હૃદયના દરવાજા ખોલતા.
આ બાળપણની લહેર આજ કેવી લાગી?
જાણે ઉંમરની અવસ્થા આજ અકાળે ભાગી.
-'સોનહરિ' હરેશ મીર
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Sunday, January 31, 2016
ભેરું મને સાંભર્યું આજ આપણું બાળપણ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment