બંધ નયનમાં હું નાઇટ છું
તારા સમ બસ હું રાઇટ છું
એનો શાને ઉતર જ આપું !
પ્રશ્ન નામે હું વ્હાઇટ છું .
તું દિલમાં જ કિન્ના બાંધી દે,
આકાશે ઉડતી કાઇટ છું.
કેવા ભાગ્ય છે રેખાના !
બે હાથોની હું ફાઇટ છું.
અંધારે અંધારાને મળું,
ભીતરથી પણ હું લાઇટ છું.
કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment