એ ઘૃણાને કાપવા તું વાંચ ગીતા.
આજ ખુદને માપવા તું વાંચ ગીતા.
કોણ છું હું ? રામ જાણે જિંદગીને !
જિંદગીને જાણવા તું વાંચ ગીતા.
મોહમાયા જો અહી આજે હસે છે !
એટલે મન જોડવા તું વાંચ ગીતા.
છંદ કયો છે? કયો રદીફને કાફિયા શું ?
એ ગઝલને માણવા તું વાંચ ગીતા.
કે જલરૂપ તું જીવથી શિવને સમજવા ,
એ કૃષ્ણ ને પામવા તું વાંચ ગીતા.
કવિ જલરૂપ
મોરબી.
No comments:
Post a Comment