તમારા તરફથી દિલાસો થયો છે;
અમારા તરફથી તમાશો થયો છે.
સુરાલય મહીંથી બધું પી ગયો છું;
છતાં કંઠ આજે કાં પ્યાસો થયો છે ?
કહ્યું લાવ બાંધી હું દઉ હાર આજે.
તરત આ તરફ એનો વાંસો થયો છે.
ગણાવો છો સ્વપ્નો તરીકે તમો જે;
મેં સૌને કહ્યું રાતવાસો થયો છે.
છે આશ્ર્ચર્ય કેવું આ અવસાન ટાણે !
કે દુશ્મનના મોઢે નિઃસાસો થયો છે !
ધુમાડો ધુમાડો થયો બાળવાથી;
ને 'પ્રત્યક્ષ' નો પણ ખુલાસો થયો છે.
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment