સાત જન્મોના સાથી આપણે થઇ જઈએ.
ન હોય હિસાબો પ્રેમમાં ,
ક્યાં માંગું છું એ નામું ?
પૂછી જો તારા મનને ,
તારા હૈયે મારું સરનામું .
ખોબે ખોબે નયનોમાં પ્રેમ ભરી લઈએ.
તારા મૌનમાં મને રાખજે ,
દુનિયાની ફિકર છોડી દે.
બસ ખાલી એક સ્મિતથી ,
હૈયાને હૈયાથી જોડી દે.
હરપળ જીંદગીમાં મસ્તીનો પર્વ થઇએ .
કવિ જલરૂપ
( એક ભારતીય )
No comments:
Post a Comment