જિંદગીની મઝધારે તારા આગમને,
મારા હૈયાને હાલક-ડોલક થતું અટકાવ્યુ...
અંતિમ શ્વાસે હાંફતી જિંદગીને,
તારા પ્રેમે આવી શ્વાસોનું પૂરણ કર્યું...
અટકી હતી ધડકન કોઇના સહારા માટે,
તારા સ્પર્શે એમાં પ્રાણનું સિંચન કર્યુ...
એક બુંદની ચાતક પ્યાસ માટે રાહ જોતી,
તારા અધરનાં જામે તૃષાને અમરતપાન કરાવ્યુ...
તડપતી આ જિંદગી લાગણીનાં જમણ માટે,
તારા આલિંગનની મીઠાશે જીવન વધાવ્યુ..
શબ્દ નથી હૈયે કોઈ બસ ' તુ લાઇફ નું કવર',
તારા આગમને દિવસોને મૃત્યુ તરફ જતા અટકાવ્યુ...
-જ્ન્નત
પિનલ સતાપરા
03 february 2016
11:08 am
No comments:
Post a Comment