ચાતક સમી મારી તરસની વાટ છે,
ને જોજનો આઘે નદીનો ઘાટ છે.
હું વર્તુ છું તારી જ આ શરતો મુજબ,
તારી તરફ શું કામ આ ઘોંઘાટ છે.
દરિયો અલગ રીતે વિચારે છે હવે,
ભીતર નદીનો કેટલો કકળાટ છે.
હું કાયમી ઠેકાણું આપું છું છતાં,
તારા હૃદય વચ્ચે જ વસવાટ છે.
તું એટલે ફાવી "મહોતરમા" મને,
દીવો છું હું ને તું દીવાની વાટ છે.
-નરેશ કે. ડોડિયા "મહોતરમા"
No comments:
Post a Comment