ચલો કોઈ પર્વત ઉપર જઈ ચડીશું,
પછી ત્યાં થી ઝરણું બનીને ઢળીશું.
કહો ક્યાં જઇએ નવું શું કરીએ,
લહેરો ની ઉપર લહેરો લખીશું.?
અમે કવિ છીએ મૌન સમજી જવાના,
પવન, ફૂલ, ખુશ્બૂ, થી વાતો કરીશું.
ઝખમ દર્દ ચિંતા ઉપાધી ઘણી છે,
કહો વાત ક્યાં કોને કોને કહીશું.
મને અંધ લાગે છે દુનિયાનાં લોકો,
અહીં કેટલાને અરીસા ધરીશું.
ભલે દર્દ વધતું ગયું આ હ્રદયનું,
ગઝલમાં સદા 'મેઘ' હસતા મળીશું.
મેહુલ ગઢવી 'મેઘ'
No comments:
Post a Comment