આંસુથી રાત ભરતા મને નહીં ફાવે,
આંખથી વાત કરતા મને નહીં ફાવે,
કેટલો બોજ દેશો હવે મને કૈં દો,
યાદની સાથ મરતા મને નહીં ફાવે,
હોંઠ સીવી ગયો પણ નહીં રહેવાતું,
મૌન થૈ કરગરતા મને નહીં ફાવે,
તારલા જૂરતાં જૂરતાં જિવી જાશે,
એમતો રોજ ખરતા મને નહીં ફાવે,
પારકો બેદર્દી થી કર્યો મને આજે,
વાતથી એમ ફરતા મને નહીં ફાવે,
'- ચિરાગ ભટ્ટ,
No comments:
Post a Comment