નજર મેળવીને ખોવાઈ જાશુ,
કથાઓ બનીને આપણે ચર્ચાઇ જાશુ.
ચાલ બાંધી લે પ્રેમનુ ભાથુ,
રસધાર બની એકમેકમાં સમાઇ જાશુ.
તારા વગર જીવન જીવવું છે કાઠું,
આવીજા ધડકતા હદયે બને લપાઇ જાશુ.
કફનની બીક નથી,લાગે છે વાલું,
ઓઢાડી દે પાલવ નીરાતે સુઇ જાશુ.
ગાઢ આલિંગનનુ છે જમા પાસું,
આવ અધર બિડીને એકબીજામાં ફસાઈ જાશુ
તારી ચાહતના લીધે છે જીવન કાલું,
બસ તુ આજીવન સાથે રહે જ્ન્નતમા વસી જાશુ.
-જ્ન્નત
'બંસરી'
પિનલ સતાપરા
25/2/2016
5:56 Pm
No comments:
Post a Comment