ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, February 5, 2016

ઘણી વાર ખુદથી ડરી જાઉં છું કા ?

ઘણી વાર ખુદથી ડરી જાઉં છું કા ?
હું ભાગીને મારામાં સંતાઉ છું કા ?

પ્રબળ ઝંખના જ્યાં જવાની હતી, ત્યાં,
પહોંચીને પાછો વળી જાઉં છું કા ?

બધે હોઉં છું તો કળાતો ન ક્યાંયે,
નથી હોતો ત્યારે જ દેખાઉં છું કા ?

શિલાલેખની હું લિપિ ક્યાં અકળ છું,
સરળ સાવ છૂં પણ ન સમજાઉં છું કા ?

બધી ભૂલભૂલામણી ભેદું છૂં પણ
–સીધાસાદા રસ્તે જ અટવાઉં છું કા

તને કાનમાં વાત કહેવી હતી તે,
ગઝલ રૂપે જાહેરમાં ગાઉં છું કા ?

નથી મારે ચાવંડ-લાઠીથી નાતો,
છતાં ત્યાંથી નીકળું તો ખેચાઉં છું કા ?

~મનોજ ખંડેરિયા

No comments:

Post a Comment