ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, March 21, 2016

તારાં નામનો અજવાશ હતો અંધકાર ,

તારાં નામનો અજવાશ હતો અંધકાર ,
તેથી જીવનમાં પ્રકાશ હતો અંધકારમાં .

મૌન હતી  લાગણીઓ  દિલની સઘળી ,
છતાંય કલશોર  હતો ભીતર અંધકારમાં .

અજ્ઞાનતા હતી કેવી તારા ભીતર છલોછલ ,
નેભીતર પ્રજવળતો પ્રકાશ હતો અંધકારમાં .

લાલચટ્ટક ચૂંદડી માથે નમણો શણગાર હતો ,
લાલાશની પેલે પાર ટશિયો કેવો અંધકારમાં .

આ જીંદગી વિતાવી હવે તો શમણાંમાં "તૃષ્ણા" ,
હકીકત નો ક્યાં નાતો હતો તું જીવે અંધકારમાં . . !!
    R.R.SOLANKI
     (તૃષ્ણા)

No comments:

Post a Comment