કૃષ્ણ-રાધાની ગાથા સાક્ષાત શબ્દો રૂપે કાગળમાં
સમાય ત્યારે કવિતા રચાય…
મીરાની કૃષ્ણભક્તિ મેવાડથી નીકળીને ઘેર-ઘેર
ગવાય ત્યારે કવિતા રચાય…
પંખીઓનો કલરવ ગુંજ બનીને જીવનગીતની જેમ
સંભળાય ત્યારે કવિતા રચાય…
પ્રેમીઓની વિરહ વેદનાની અકળતા ચહેરા પર
મંડાય ત્યારે કવિતા રચાય…
વરસાદ વરસતા જ મોરલાઓનો થનગનાટ શરૂ
થાય ત્યારે કવિતા રચાય…
નયનોને શબ્દોની પરિભાષા મળે ને આંખોથી
વંચાય ત્યારે કવિતા રચાય…
સ્ત્રીનુ જોબન પાને-પાને ઉતરીને ઍમા પણ ના
સમાય ત્યારે કવિતા રચાય…
જોડણીઓ કરતા લાગણીઓને પ્રેમની લીપીથી
લિપાય ત્યારે કવિતા રચાય…
તૂટેલા હૈયાઓને કાળજીથી પ્રેમની દોરથી
સંધાય ત્યારે કવિતા રચાય…
દિલ કકળે ને આંખો રડે તોય હોઠો મીઠું-મીઠું
મલકાય ત્યારે કવિતા રચાય…
સંધ્યા સૂરજને ચૂમવા ને ઉષા બને આતુર આવકાર
આપવા ત્યારે કવિતા રચાય…
ઍક ક્ષિતિજ દ્વારા ધરા ને ગગનનું અલૌકિક મિલન
થાય ત્યારે કવિતા રચાય…
ઝાકળની ભરેલી બુંદો કોમળ ફૂલોની પાંખડીઓ પર
ઝિલાય ત્યારે કવિતા રચાય…
વરસાદ દ્વારા વાદળ ધરતીને ચૂમે ને ઍનાથી અચાનક
ગરજાય ત્યારે કવિતા રચાય…
બંને જાણવા છતા અજાણ્યા બને ને પ્રીત કાવ્યમાં
લેખાય ત્યારે કવિતા રચાય…
બે-ચાર સંવેદન પંક્તિઓ થકી કેટકેટલાય હ્રદયો
વલોવાય ત્યારે કવિતા રચાય…
હું ને તું ના ભેદભરમમાંથી નીકળીને ઍક માનુષ તરીકે
જીવાય ત્યારે કવિતા રચાય…
ભલે ‘તમન્ના’ કે તું લખે લાગણીઓ હૈયે સોંસરવી ઉતરી
જાય ત્યારે કવિતા રચાય…
તમન્ના (JN)
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Monday, March 21, 2016
ત્યારે કવિતા રચાય…
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment