કોઈ ઈચ્છાના પાળિયા ન કરાય !
એવાં ક્યારેય તાયફા ન કરાય !
જ્યાં છું ત્યાંથી સુગંધ પ્રસરાવું
કંઈ પવન જેમ વૈતરા ન કરાય !
પ્રાથના કરતું હોય જે બાળક
એ જ બાળકને પ્રાથના ન કરાય !
આ ઝુંપડપટ્ટી છે, મારશે કોઈ !
અહિં પરીઓની વારતા ન કરાય !
યોગ્ય માણસને યોગ્ય વાત કરો
કંઈ બરફ પર તો સાથિયા ન કરાય !
ત્યાગને ઝેર બેઉં સરખા છે
દોસ્ત બંનેના પારખા ન કરાય
-ભાવેશ ભટ્ટ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Wednesday, March 9, 2016
કોઈ ઈચ્છાના પાળિયા ન કરાય !... ભાવેશ ભટ્ટ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment