છેતરાયા હતા માત્ર ઉપરનો મોહ જોઈને,
આજ હ્રદય બેઠો છે ભીતરથી રોઈને.
માંગે એને આપી દીધું દિલ ખોલીને,
આજ મસ્ત બની ફરૂ છું બધુ ખોઈને.
કેટલું દર્દ પચાવી લીધું સમય સાથે?
આ મસ્તીનું કારણ કહેતો નહીં કોઈને.
આ જીવન પણ લાગે છે પહેલા જેવું,
જાણે આજે કપડા બદલ્યા ધોઈને.
સંવેદના જાળવી રાખી છે ભીતરમાં,
શ્રદ્ધા અજબ છે જગમાં ઇશ્વર હોઈને.
ૠણી થઇ ગયો એ દર્દ દેનારનો,
ફરતો રહ્યો છું આંસુનું વજન ઢોઇને.
દર્દ બધા સાથે લઈને જ જશે દિલનાં,
દુઃખ જરાય નહી આપે જગતના કોઈને.
સ્નાન કરી પાવન થયો આંસુનાં પૂરમાં,
મુક્તિ મળી પ્રવાહમાં ચરણ ધોઈને.
હસીને સાથે ચાલશે ખબર પણ નહી પડે,
"આભાસ"ને પછી જ જાણશો ખોઈને.
-આભાસ
No comments:
Post a Comment