ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, March 4, 2016

ભગવાન પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે ? – ડૉ. આઈ. કે. વીજળીવાળા

એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉક્ટર એહમદ. એ એક મેડિકલ કૉંફરંસમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ એક એવી કૉંફરંસ હતી જેના માટે ડૉ. એહમદ ખૂબ જ ઉત્સુક હતા. એમણે રોગોની સારવાર અંગે કરેલી એક ખૂબ જ અગત્યની શોધ માટે એમને એમાં એવોર્ડ મળવાનો હતો. છેલ્લા ઘણાં વરસોથી એમણે દિવસરાત જોયા વગર સંશોધનનું કામ કર્યું હતું. એ બધી મહેનત આખરે ફળી હતી અને એના ફળસ્વરૂપે તેઓ એ એવોર્ડના હકદાર બન્યા હતા. દૉક્ટરને મનોમન ભારે રોમાંચ થઈ રહ્યો હતો. ક્યારે એ શહેરમાં પહોંચી જવાય એની તાલાવેલી એમના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતી હતી. પ્લેનમાં બેસી ગયા પછી પણ એ વારંવાર પોતાની ઘડિયાળ સામે જોઈ લેતા હતા. થોડી થોડીવારે એમનું મન કૉંફરંસના વિચારોમાં જ લાગી જતું હતું. ‘બસ ! હવે ફક્ત બે જ કલાક ! અને પછી ત્યાં !’ એવો વિચાર પણ એમના મનમાં ઝબકી જતો હતો.

પરંતુ એ જ વખતે અચાનક જ વિમાનના પાઇલટે જાહેરાત કરી કે વિમાનના એંજિનમાં ગંભીર તકલીફ ઊભી થવાના કારણે એમણે નજીકના કોઈપણ એરપૉર્ટ પર તાત્કાલિક ઉતરાણ કરવું પડશે ! ડૉક્ટરના મનમાં ફાળ પડી. સમયસર કૉંફરંસમાં નહીં પહોંચી શકાય એવી ચિંતા પણ એમને થઈ આવી. પરંતુ આવા આકસ્મિક સંજોગોમાં વિમાને ઉતરાણ કરવું જ પડે એમ હતું. ડૉ. એહમદ મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા. જેવું વિમાને નજીકના એક નાના એરપૉર્ટ પર ઉતરાણ કર્યું કે તરત જ ડૉક્ટર દોડતાં હેલ્પડેસ્ક પર પહોંચ્યા. ત્યાં મદદ માટે ઊભેલી સ્ત્રીને પોતાની પરિસ્થિતિ સમજાવી. જેટલું બને તેટલું ઝડપથી પોતાને કૉંફરંસમાં પહોંચવું પડે તેવું છે એ પણ કહ્યું. પોતાને ત્યાં પહોંચવા માટેની સૌથી પહેલી ફ્લાઈટમાં બુકિંગ કરી આપવાની એમણે વિનંતી કરી. એકાદ બે કલાકમાં જ કોઈ ફ્લાઈટ હોય તો વધારે સારું એવું ભાર દઈને જણાવ્યું. ‘માફ કરજો સર !’ પેલી સ્ત્રીએ કહ્યું, ‘તમારે જ્યાં પહોંચવાનું છે એ શહેર તરફ જવા માટે આવતા દસ કલાક સુધી અહીંથી બીજી કોઈ પણ ફ્લાઈટ નથી. પરંતુ તમને વાંધો ન હોય તો હું એક સૂચન કરું. એરપોર્ટની બહારથી જ કાર ભાડે મળે છે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસંસ હોય તો આરામથી ચારેક કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો. ટેક્સી કરતા એ ઘણું સસ્તું પણ પડશે અને મારા માનવા પ્રમાણે તમારા માટે એ એક ખૂબ સારો વિકલ્પ છે !’

ડોક્ટર એહમદને એ સૂચન ખૂબ ઉપયોગી લાગ્યું. એમના માટે આમેય હવે બહુ વિકલ્પ બચ્યા જ નહોતા. એમણે એક કાર ભાડે કરી લીધી. આમ તો લૉંગ ડ્રાઇવનો એમને ખૂબ કંટાળો આવતો પરંતુ એ દિવસે એમ કર્યા વિના છૂટકો પણ નહોતો. એમના મનમાં ફરીથી એક વખત કૉન્ફરંસના વિચારો શરૂ થઈ ગયા. થોડીક ક્ષણો માટે દબાઈ ગયેલો એ રોમાંચ ફરીથી જાગૃત થઈ ગયો. લાંબા અંતરના ડ્રાઇવિંગ માટેનો કંટાળો ખંખેરીને ડૉક્ટરે કાર મારી મૂકી. પરંતુ એ દિવસે કુદરત પણ જાણે કે ડૉક્ટરની વિરુદ્ધમાં બરાબરનો જંગ માંડીને બેઠી હોય એવું લાગતું હતું. ડૉક્ટરે હજુ તો માંડ સોએક કિલોમિટર જ કાપ્યા હશે ત્યાં જ વાતાવરણમાં ભયંકર પલટો આવવાનું શરૂ થઈ ગયું. થોડીવારમાં જ અનરાધાર વરસાદ વરસ્વા માંડ્યો. એ વરસાદમાં વચ્ચે વચ્ચે બરફના કરા પણ પડતા હતા. ડૉક્ટરને કાર ચલાવવામાં મુશ્કેલી પડવા માંડી. આગળ રસ્તો જોવામાં પણ તકલીફ પડતી હતી. આગળના કાચમાં જામતું પોતાના જ ઉચ્છવાસની વરાળનું પડ એ મુશ્કેલીમાં ઓર વધારો કરતું હતું. વરસાદ ઓછો થવાને બદલે દરેક ક્ષણે વધારે ને વધારે રૌદ્ર સ્વરૂપ પકડતો જતો હતો. આટલો બધો ભયંકર વરસાદ, ધૂંધળો રસ્તો અને અજાણ્યો પ્રદેશ ! એ બધાને કારણે ડૉક્ટર એહમદ રસ્તો ભૂલી ગયા. એક જગ્યાએ જ્યાં વળવાનું હતું એ ટર્નનું સાઇન બોર્ડ એમને દેખાયું જ નહીં ! વળવાને બદલે એ આગળ નીકળી ગયા.

બીજા ત્રણેક કલાક ડ્રાઇવ કર્યા પછી વરસાદ તો ઓછો થયો પરંતુ ડૉક્ટરને શંકા ગઈ કે પોતે રસ્તો ભૂલી ગયા છે. પરંતુ હવે એ રસ્તે પાછા ફરતાં પહેલા થોડા આરામની તેમજ પેટમાં કંઈક નાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ ગઈ હતી. એ રસ્તો એવો નિર્જન હતો કે રસ્તાની બાજુમાં કોઈ ધાબા કે રેસ્ટોરંટ પણ દેખાતાં નહોતા. કોઈ ગામ જો દેખાય જાય તો એના કોઈ રહેવાસીનું માર્ગદર્શન મેળવી શકાય એ આશાએ ડૉક્ટર કાર ચલાવ્યે જતા હતા. ઘણા વખત સુધી કોઈ ગામ દેખાયું નહીં. હવે એમને બરાબરનો થાક લાગ્યો હતો. હવે તો કૉંફરંસના વિચારો પણ બંધ થઈ ગયા હતા અને ત્યાં પહોંચવાની એમની ઉત્સુકતા પણ મરી પરવારી હતી. બસ, હવે તો એકાદ ગામ દેખાઈ જાય તો ઊભા રહી જવું એ એક જ વિચાર એમને આવતો હતો. અચાનક રસ્તાની બાજુમાં આવેલા એક જર્જરિત મકાન પર એમનું ધ્યાન પડ્યું. દૂર ગામ પણ દેખાતું હતું. પરંતુ ડૉક્ટર એટલા થાક્યા હતા કે એ ઘર નજરે પડતાં જ એમનાથી બ્રેક લાગી ગઈ. કારમાંથી ઊતરીને એમણે એ ઘરનો દરવાજો ખખડાવ્યો. એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. દરવાજો અધૂકડો રાખીને એણે આ માણસ કોણ છે, ક્યાંથી આવે છે, શું કામથી આવે છે, એવું બધું પૂછ્યું. ડૉક્ટર એહમદે પોતે રસ્તો ભૂલી ગયા છે એ કહ્યું. ઘણા કલાકન
-Dr.I K Vijlivala

No comments:

Post a Comment