અંધાર વન ને અલગ રાખજે પછી,
મુજ પતંગાને શમા કેરુ મીલન દેજે..!!
તુજથી નારાજ ફુલને મનાવવા તું,
હરેક ફુલને પણ ફુલોનુ ઉપવન દેજે..!!
આમ ફોગટ ન જાય ખુદાઈ મારી હો,
દર્શન ટાંણે મને તું પરખ નયન દેજે..!!
વળતી વેળાયે ભલે હો ખરા દિલથી,
આ શિરને વારી-વારી તું નમન દેજે..!!
બસ આટલી વિનતી ખુદા તને હો,
હુ લખું ખુદાઈ ને ખુદા તું કવન દેજે.!!
-મૌન
No comments:
Post a Comment