મારી કબર ઉપર આવી રડશો નહીં ;
હું ત્યાં નથી : હું અચેતન પણ નથી !!
હું ત્યાં નથી ને ત્યાં સૂતો પણ નથી ;
હું તો હવાની હજારો લહેર છું !
હું બરફ ઉપર જાણે હીરાની ચમક છું ;
હું પરિપક્વ થતા અન્ન માટે સુર્ય છું !
હું પાનખરનો મૃદુ વરસાદ છું !
જ્યારે તું શાંત ' વહેલી સવારે ઉઠે ;
ત્યારે વેગથી ચકરાવો લેતા પંખીઓમાં છું !
હું રાત્રે તારલા ની રોશનીમાં છું !
મારી કબર ઉપર આવી રડશો નહીં ;
હું ત્યાં નથી : હું અચેતન પણ નથી !!
ભાવાનુવાદ ;- ચિરાગ ભટ્ટ.
No comments:
Post a Comment