પતંગિયાની પાંખે રહેતી
રંગોથી ફૂલોને કહેતી
ચાલ મારા રંગે રંગુ
ફોરમ ફાગણની વહેતી
મુજને તુજમાં એ રહેતી
વાતોને વાતોમાં કહેતી
ચાલ મારા હાથે રંગુ
ફોરમ ફાગણની વહેતી
હોળીના છાણાં માં રહેતી
પ્રહલાદ કેરી ગાથા કહેતી
ચાલ ઈશ ના રંગે રંગુ
ફોરમ ફાગણની વહેતી
-હાર્દ
No comments:
Post a Comment