ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, April 3, 2016

મનમાં જયારે કળતર થાશે..

મનમાં જયારે કળતર થાશે,
ત્યારે સાચું ભણતર થાશે !
હોઠ બોલાવે પણ જાણું છું,
ગાલ તમારા બખ્તર થાશે !
આવો, મારા દિલમાં આવો,
થોડી-જાજી હરફર થાશે !
આછી-આછી યાદ આવે છે,
ઘાટા-ઘાટા અક્ષર થાશે !
માણસ તો માણસ થઇ જાશે,
ઈશ્વર ક્યારે ઈશ્વર થાશે ?
ઘર જેવું ક્યાં છે જ અહીં કંઇ !
ઘર વિના શું ઘર-ઘર થાશે ?
પ્રેમમાં ન્હોતું જાણ્યું 'નિનાદ',
એક અળસિયું અજગર થાશે !
કવિ : નિનાદ અધ્યારુ

No comments:

Post a Comment