તારું રોજ કોલેજ
થી આવવું,
આવીને બધી જ વાતો
વિગતવાર કરવી
મારું એકદમ મૌન થઇ સાંભળવું,
કઈ વાત થતી હોય એ ભૂલી
અલગ વાત તરફ તારું એકદમ સહજતા થી વળવું.
પરીક્ષા પેપર
બધી વાતો ને મારા માટે યાદ રાખી
એ બધું બોલતા
તારું નિખાલસ બની જવું,
પ્રેમ શું છે એ સવાલના જવાબનું ક્યાંયક તારી વાતો,
કોલેજથી જતા આવતા થતા અનુભવો નું
તારું બાળક જેમ થઇ મને કહેવું..!!
– 'ચિરાગ' ભટ્ટ
No comments:
Post a Comment