મારે ભીતર દીવો જલે ,
કે ,રામ તમે પ્રગટો !
મારા પ્રાણમાં પળે પળે ,
કે, રામ તમે પ્રગટો !
ઘૂઘવાટા કરતા વયા જાય,
જીવતરના શ્વાસ.
સદીઓથી ભોગવી રહ્યો,
ચોર્યાસી ફેરાના ત્રાસ !
જીવ હવે ટળવળે,
કે,રામ તમે પ્રગટો !
ઉઝરડે જાગે ત્યારે તાગે,
છાતીમાં ધબકાર પણ વાગે !
બળબળતા સંસારે ,
વેદના ન ભાગે !
મનની ઈચ્છાઓ સળવળે,
કે,રામ તમે પ્રગટો !
હેલે ચડેલા યૌવનમાં,
હડીયાપટ્ટી કરે ધોરી નસો.
હિબકે ચડેલા ઓરડામાં,
રામ તમે આવીને વસો !
શબ્દો તો વાતને કળે ,
કે, રામ તમે પ્રગટો !
જીવનની પળો ઊભરતી,
જન્મનું ગીત ગાવું મારે.
મૃત્યુનું મેઘધનુષ્ય જોઉં,
મારું અંતર તમને પોકારે.
'કાન્ત' અવરુદ્ધ ખળભળે ,
'કે, રામ તમે પ્રગટો !
-'કાન્ત' મણિશંકર રત્નજી ભટ્ટ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Friday, April 15, 2016
કે ,રામ તમે પ્રગટો !
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment