ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, April 13, 2016

આંખમાં મૃગજળ બને ?

આંખમાં મૃગજળ બને ?
લાગણી પણ છળ બને.

પાત્ર છે  રંગીન તો,
વાર્તા પણ શીતળ બને.

જો શ્વાસો ઊડી ગયા ;
જિંદગી કાગળ બને.

સપના તો કોરા ઉગ્યા ,
જો પથારી પળ બને .

દુખ દર્દ નું  પ્રેમ થૈ,
ગઝલોનું વાદળ બને.

કવિ જલરૂપ
મોરબી

No comments:

Post a Comment