ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, April 3, 2016

દીકરીની વિદાય વખતની પરિસ્થિતિને આપણા કવિશ્રી અનિલભાઈ જોશીએ કાવ્યાત્મક શૈલીમાં ખૂબ સરસ રીતે વર્ણવી છે..

દીકરીની વિદાય વખતની પરિસ્થિતિને આપણા કવિશ્રી અનિલભાઈ જોશીએ કાવ્યાત્મક શૈલીમાં ખૂબ સરસ રીતે વર્ણવી છે..
----------

સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે,
કેસરીયાળો સાફો ઘરનું
ફળીયું લઇને ચાલે.

પાદર બેસી ફફડી ઉઠતી,
ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી,
બાળપણાની વાત.

પૈડું સીંચતા રસ્તો આખો,
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી,
સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો,
દીવડો થર થર કંપે.
ખડકી પાસે ઉભો રહીને,
અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે.
કેસરીયાળો સાફો ઘરનું
ફળીયું લઇને ચાલે.
– અનિલ જોશી

No comments:

Post a Comment